પાછળ જુઓ

સમરસ ગ્રામ યોજના

  •  
    • સમરસ ગામ યોજના

    • રાજયની ચૂંટણીઓમાં ૫ક્ષ અને પ્રતિક હોય છે ૫રંતુ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૫ક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વનાં કારણો રહેલાં છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી ૫રં૫રા રહી છે, ગામનું મૂળ અસ્‍િતત્‍વ, એનું અસલ૫ણું, એના પ્રસંગો, રૂઢ‍િઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો- જ્ઞાતિઓ વાર તહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંબિક ભાવના જાળવી રહ્યા છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આ૫ણી આ પાયાની ચૂંટણીમાં ૫ક્ષીય ધોરણ રાખ્‍યું નથી.

      • દેશની માટી,દેશના જળ, દેશની હવા, દેશના ફળ.

      • સરસ બને, પ્રભુ સરસ બને.

      • દેશના ઘર અને દેશના ઘાટ, દેશના વન અને દેશની વાટ

      • સરળ બને, પ્રભુ સરળ બને.

      • આ રકમનો મેચીંગ ગ્રાન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.

      • અત્યારસુધીમાં ૬ તબક્કામાં કુલ ૩૮૭૯ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે.

      • પ્રોત્સાહક અનુદાન પેટે રૂ. ૨૪૦૫.૫૨ લાખની માતબર રકમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.